DIGITAL AVI
માત્ર 31 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે આ જાણીતા બૉડી બિલ્ડરનું થયું અવસાન😞
પંજાબના મશહૂર નેશનલ બોડી બિલ્ડર સતનામ ખટડાનું હાર્ટ એટેકના કારણે નિધન થઇ ગયું. શનિવારે (29 ઓગસ્ટ) સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના નિધનના સમાચાર કોચ રોહિશ ખૈહરાએ સોશિયલ મીડિયામાં આપ્યાં હતા. સતનામના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. તેમના વીડિયો હાલમાં બૈન થયેલા ટિકટોક પર પણ જબરદસ્ત હિટ થતાં હતા.
સતનામ પંજાબમાં ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ જાણીતું નામ હતું. જો કે એક સમય એવો પણ હતો જ્યારે તે ડ્રગ્સની ચુંગાલમાં ફસાઇ ગયા હતા. નશાની લતમાંથી બહાર આવીને તેમણે બોડી બિલ્ડિંગમાં સારી સફળતા મેળવી અને એક મુકામ હાંસિલ કર્યો. તેઓ ખુદ ડ્ર્ગ્સની ચુંગાલમાંથી બહાર આપ્યા બાદ તેમણે યુવાનોને નશા મુક્ત રહેવા માટે હંમેશા પ્રેરણા આપી. આટલું જ નહીં તેમણે આ માટે યુવાનોને જાગૃત કરતા રહ્યાં છે.બોડી બિલ્ડરની યાદને તાજી કરતી કેટલીક તસવીરો જોઇએ.સતનામ ખટડા યંગસ્ટર્સમાં ખૂબ જ લોકપ્રિય હતા. તે હંમેશા તેમના ફેન્સને નશાથી દૂર રહેવાની સલાહ આપતા.
સતનામ ખટડાના નિધનના સમાચાર મળતા જ ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું.સતનામ ખટડા બહુ લાંબા સમયથી બોડી બિલ્ડિંગમાં સક્રિય હતા.
સતનામ ખટડા જયારે ડ્રગ્સના શિકાર બન્યાં તો તેમાંથી બહાર આવતા તેમને ઘણો સમય લાગ્યો હતો
સતનામ ખટડા સોશિયલ મીડિયા દ્વારા પણ ફિટનેસની ટિપ્સ આપતા હતા
સતનામ ખટડાની સ્ટાઇલ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.
અચાનક જ સતનામ ખટડાએ દુનિયાને અલવિદા કહી દીધું. આ ઘટનાથી તેમના પ્રશંસકો પણ દુ:ખી છે.
Follow ME ON
Instagram:- https://instagram.com/the_digital_avi?igshid=1u3o9lqwbnl8k
Fb:- https://www.facebook.com/avipatel9107/
😔
ReplyDelete😩😩😩😩
ReplyDelete